STORYMIRROR

Rohit Prajapati

Drama

4  

Rohit Prajapati

Drama

બાકી છે

બાકી છે

1 min
628


કહે છે લોકો હજુ પણ કસોટી થવાની બાકી છે !

ચાહત છે તારી, એક દિવસ દૂર થવાની બાકી છે.


સતત સ્મરણની ગલીઓમાં જે તારી ખાસ ચાહત છે,

એ ચાહતને સ્મરી ભાન ભૂલવાનું હજુ બાકી છે.


પણ એમને શું ખબર મારી પ્રીતની રીત જ ખાસ છે,

એ ભલે વસી ધડકનમાં પણ શ્વાસમાં હજુ બાકી છે.


રુહમાં સ્થાન દીધું છે એને ને એજ ઈશ સમાન છે,

એ ઈશને દરેક પળ જીવી નિજાનંદી થવાનું બાકી છે.


અરે ! મારી ઈચ્છાઓ જ જાણે ખુલ્લું આસમાન છે,

એ આસમાનમાં વિહરી પૂર્ણતા ભરવાનું બાકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama