STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Romance

પાગલ અરમાનો

પાગલ અરમાનો

1 min
20.2K


ખુશીથી મળેલા ગુલાબ કરમાઈ ગયા,

પુસ્તકની વચ્ચે અરમાન મુરઝાઇ ગયા,


જીંદગીને પામવાની ઉત્કટ ઝંખનામાં,

સ્વર તમન્નાના સઘળા તરડાઈ ગયા,


ક્ષણમાં આશાઓ યુગોની નિવડી ઠગારી,

આંખના એક પલકારામાં ભરમાઈ ગયા,


અવસર પહેલાં જ આ શું જોયું અમે એવું,

કે નયન નેહ નિતરતા શરમાઈ ગયા,


એની નજરથી શું મળી નજર અમારી,

દોસ્ત સઘળાં પલભરમાં બદલાઈ ગયા,


એક "પરમ" ચાહને એનો પલટવાર,

"પાગલ" અરમાનો જ મારા પલટાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama