આંખનો પલકારો
આંખનો પલકારો
1 min
4.5K
બોજ ગમના અંધારાનો એકલતામાં ઉંચકાતો નથી,
ને હવે અજવાશ પણ આ હયાતીનો જીરવાતો નથી.
વણઝાર તારી યાદોની અને જો આ તન્હાઈનું રણ,
મારી તરસને હવે મૃગજળનો સથવારો નથી.
પ્રીતનું ઝાકળનો ઉજાસ તો ઘડી બે-ઘડી મહેમાન,
ને સંધ્યા પછી ખુદની સાથે ખુદનોય પડછાયો નથી.
ઉદાસીના અંધકારમાં અટવાયેલી એકલી જીંદગીને,
હવે અજવાળા પાથરે એવી આંખનો પલકારો નથી.
જેના સહારે ટકી ગઈ હતી આ "પરમ"શ્વાસો મારી,
"પાગલ" કરી મુકે આ રૂદિયાને એ હવે ધબકારો નથી.