STORYMIRROR

Heena Pandya (ખુશી)

Drama

3  

Heena Pandya (ખુશી)

Drama

હું પ્રયાણે નીકળું

હું પ્રયાણે નીકળું

1 min
237


હું પ્રયાણે નીકળુ 'ને ત્યાંજ બે ફાંટા પડે.

ને નસીબો સાવ પાસેથી ખસી વાંકા પડે.


સામનો જો થાય ઝાંકળનો કદી જો આંખને,

દર્પણો થઈ ધૂંધળા ચ્હેરા બધા ઝાંખા પડે.


ધરપકડ થઈ ભર બજારે 'ને કરારો ના મળ્યાં,

જો પછી પણ આ હૃદય પર કારમા છાપા પડે.


ગૂંથતી જાઉં ગઝલ હું આજ દરજીડા સમી,

એક બે તરણે જ શબ્દો તૂટતા સાંધા પડે.


આંખ પર અંધારપટનાં સ્હેજ ચશ્માં લૂછ જો,

સૂર્યની પણ રોશનીએ ભાળવા ફાંફા પડે.


મેં મનાવ્યા કેટલું તો પણ થયા જિદ્દી ઘણા,

એ નહીં આવે ફરી એવા અહીં રાડા પડે.


ચૂંટતા ફૂલો અને આપી જશે આવી "ખુશી",

ને હૃદયમાં વાગતા રહેતાં ઘણા કાંટા પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama