વિશ્વાસ
વિશ્વાસ
પાર દર્શક હવાની દીવાલો પર છે ઘર,
વાણીમાં વાણીની દીવાલો પર છે ઘર,
તૂટે પાણીનાં પરપોટા હવાના રૂખ પર,
સ્નેહનો સંબંધ શબ્દોની સરાહના પર,
પાણીનું હવામાં ગઠબંધન છે વાદળ પર,
વહેવારનું વર્તન આપલેના ગઠબંધન પર,
સ્નેહની હયાતીના ઇતિહાસ છે ઇન્તજાર પર,
ઠોસ પ્રમાણ વિરહની અગન પસાર પથ પર,
દિવાલો જીર્ણ થાય ત્યાં સુધીના અસ્તિત્વ પર,
કેવો છે વિશ્વાસ? અહેસાસના અસ્તિત્વ પર.
