STORYMIRROR

Niranjan Shah

Drama Romance

3  

Niranjan Shah

Drama Romance

આ નજરમાં

આ નજરમાં

1 min
26.4K


લાગે હવે ઘણીઅે ભીનાશ આ નજરમાં,

વર્તાય અેટલે તો હળવાશ આ નજરમાં,


રાખે ધરમને નામે નફરત ઘણી હ્રદયમાં,

હું રાખતો કદી ના કડવાશ આ નજરમાં,


ને અંધકાર વ્યાપે કયારેક આ જગતમાં,

ભીતર તણો જ આવે ઉજાશ આ નજરમાં,


તસ્વીર અેક જયારે ભીતર વસી મજાની,

કયાં અન્ય કોઇને છે અવકાશ આ નજરમાં,


છે સ્મિતમાં તમારાં જાદુઇ અસર ઘણીયે,

રણની ભરે મજાની લીલાશ આ નજરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama