STORYMIRROR

Niranjan Shah

Inspirational Romance

0  

Niranjan Shah

Inspirational Romance

લઈને આવ્યો છું. (દિવાળી)

લઈને આવ્યો છું. (દિવાળી)

2 mins
474


હોઠો પર ખુશીનું ગીત લઈને આવ્યો છું.

આંખોમાં મજાનું સ્મિત લઈને આવ્યો છું.

સ્વિકારો કે ના સ્વિકારો શું ફરક પડે છે,

હ્રદયમાં હું તો બસ પ્રિત લઈને આવ્યો છું.

પ્રણયમાં જીતવાની ભલે હઠ હોય તમારી,

હારવાની હું તો અેક જીદ લઈને આવ્યો છું.

જુદાઈની આગ તો અે બાજુ પણ લાગી છે,

મિલનની હું લહેર શીત લઈને આવ્યો છું.

દુ:ખ, દર્દને આંસુ બધું જ વિસારી દો 'નીર',

નયનોમાં ખુશીઅો નીત લઈને આવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational