મૌન તોડી દે
મૌન તોડી દે
2 mins
7.0K
મોસમને જ તું માણ, મૌન તોડી દે.
શબ્દોને જ સેતૂ જાણ, મૌન તોડી દે.
નિયતીના છે આ ખેલ બધાં નિરાલા,
લાગણીને ના દબાવ, મૌન તોડી દે.
સતત ચાલતાં રહેવાનું કામ છે અેનું,
સમયને તું ના તાણ, મૌન તોડી દે.
ના કશું કહેવું, અેકલાં જ બધું સહેવું,
કયારેક તો મને નાણ, મૌન તોડી દે.
બધું જ વાંચી લીધું આંખોમાં તારી,
પણ નથી સમજવું સાન, મૌન તોડી દે.
પ્રેમ જ સત્ય છે કહે કાનો જાણે 'નીર ',
પણ તું જ અે સમજાવ, મૌન તોડી દે.