તરું છું
તરું છું
શબ્દોના સદાય સાથમાં રહું છું.
મનમાં ઊગતી વાત બસ કહું છું.
નથી ફરિયાદ મને કોઈ વ્યક્તિથી,
વિચારોની વાટે સરિતા થૈ વહું છું.
અંતરે જે હોય છે ઊભરાતું વળી,
શબ્દપાશે એને હું બાંધી લઉં છું.
નથી અપેક્ષા ' વાહવાહી ' ની મારી,
હું તો આપ સૌનો આવકાર ચહું છું.
મળે છે મને મબલખ અનાયાસે ને,
ઉતારી દિમાગે એનો સંગ્રહ કરું છું.
શબ્દ જ કદી સર્વસ્વ બને છે મારું,
પછી વગર વહાણે જાણે કે તરું છું.