STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Drama

3  

Dharmik Parmar 'Dharmad'

Drama

મોર્ડન બિલ્લી

મોર્ડન બિલ્લી

1 min
26.9K


બિલ્લી થઈ ગઈ મોર્ડન ...

પહેરી જુતાં ટાઈ , પટ્ટોને-

લાગે છે ટન ટનાટન...

બિલ્લી થઈ ગઈ મોર્ડન ...


ઉંદરમામો ભુલી જઈને ખાવા લાગી પિત્ઝા.

દૂધ ને બદલે રોજ પીવે છે ' મીરીંડા ' ને 'માઝા '.

રખડવાનું છોડી દઈને કરવાં લાગી ફન....

બિલ્લી થઈ ગઈ મોર્ડન ...


મૅકપ કરી ,પર્સ લઈને શોપીંગ કરવાં જાય.

બહેનપણીઓ સાથે રોજ ફીલ્મી ગીતો ગાય.

મ્યાઉં મ્યાઉં ભુલી જઈને પૉએમ કરે છે લર્ન

બિલ્લી થઈ ગઈ મોર્ડન ...


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama