STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Classics

3  

Dharmik Parmar 'Dharmad'

Classics

ગીત- હરિવર તે રિસણા !

ગીત- હરિવર તે રિસણા !

1 min
353


મારા હરિવર તે રીસાણા,

છપ્પન એને ભોગ ધરું ને ગાઉં છું હું ગાણા !


ભકતો તારા ઘરમાં બેઠાં ચીસો કેવી પાડે !

વાટ જૂએ સૌ, કયારે હરિવર મંદિરદ્વાર ઉઘાડે ?


અંતરમનમાં શોધ્યા નહીં ને કોતરીયા બસ પાણા,

મારા હરિવર તે રીસાણા !


સઘળું રે સમજાતું, જ્યારે છમ્ છમ્ સોટી વાગે,

હવે 'દિવો' પ્રગટાવો, અમને અંધારું બસ લાગે !


આંગળી મારી છોડી એતો દૂર જઈ સંતાણા,

મારા હરિવર તે રીસાણા !


Rate this content
Log in

Similar gujarati poem from Classics