બળેવ પર્વ
બળેવ પર્વ


નાની બહેન રુહાની,
રાખડી લાવી મજાની !
રાખડીમાં ટાંક્યો તારો,
બહેનાનો ભાઈ પ્યારો.
ભઈલાને ચાંદલો કીધો,
હરખે ઓવારી લીધો !
ભાઈ લાવ્યો કાજૂકતરી,
એ ઉંદરડો ગ્યો કાતરી !
ભાઈલો તો મુંઝાઈ ગયો,
મમ્મીને એક વિચાર થયો,
મમ્મીએ બનાવ્યો શીરો,
બહેનાનો ભઈલો 'હીરો' !