ગુર્જર એક મહાન
ગુર્જર એક મહાન


ગુર્જર એક મહાન !
ગુજરાત તણી ધરતીના મારે ગાવા છે ગુણગાન !
અહીં નરસિંહ ને કવિ નર્મદની અમર વાણી ગુંજતી !
રોમે-રોમ અહીંની જનતા મીઠી ગુર્જર વાણી કહેતી.
ગાંધીનો કલશોર અહીં જો કણકણમાં ગુંજે છે !
મા નર્મદા નિર્મળ જળ લઈ ખળખળખળ વહે છે.
આ ભૂમિના સપુત હોવાનું મુજને છે અભિમાન !
ગુર્જર એક મહાન !
સૌ પ્રાંતની જુદીજુદી,છપ્પન ભોગ સરીખી બોલી.
ગરબા કેરા તાલે નાચી સૌ ઉઠે છે મન મુકીને ડોલી !
કૃષિ, વિદ્યા, ઔદ્યોગિકની અહીં અનુપમ થાતી ક્રાંતિ,
બાર ગાંઉ એ બોલી સાથે જુદી બાર ગાંઉની જાતિ.
ગાંધી,મેઘાણી,મોદી છે જે ધરા કેરાં સંતાન !
ગુર્જર એક મહાન !