રેવા મારી રેવા
રેવા મારી રેવા
રેવા મારી રેવા !
દીકરો તારો હું મને તું ખોળે લઈ લે રેવા,
કર્મો જેવા તેવા તોયે તું તો મારી રેવા.
સવારે તું ખળખળ ને રાતે તું ઝળહળ,
ભુજાઓમાં દેતી બળ એ રેવા મારી રેવા,
સારા હોય કે નરસા એ દેતી મીઠા મેવા... રેવા મારી રેવા...!
પરકમ્મા કરતા લોકો, મા કદીના આપે ધોકો,
સ્નેહ તારો અનોખો મા રેવા મારી રેવા,
જોડે મા તું જોડે રહેજે, કરવી તારી સેવા... રેવા મારી રેવા...!
ના ધરમ ના ધજાઓ, આતો મોજને મજાઓ,
સાડીથી સજાઓ મા ને રેવા મારી રેવા,
હિંદુ, શીખ, મુસલમાન ના કોઈ લેવદેવા... રેવા મારી રેવા !
રુષી પ્રખર ને ઋતુઓ પણ, પ્રેમ તારો છે ક્ષણેક્ષણ,
કીડીને કણ હાથીને મણ દેતી મા તું રેવા,
રેવા રેવા કેતા કેતા, અમે થતા માણસ જેવા... રેવા મારી રેવા !
તત્વ તું ને તપ તું, માળા તું ને જપ તું,
મા કેરી મીઠપ તું, રેવા મારી રેવા,
વર્ણન કરતા થાકે નહી, ધ્રુવદાદા એવા... રેવા મારી રેવા !
આજે હું ખુદને મળ્યો છું,
આજે હું મુજમાં ભળ્યો છું,
ઉછળતો ને કૂદતો જોને મા તું રેવા.
રેવા... રેવા... રેવા... મારી
રેવા મા તું રેવા !