STORYMIRROR

Umesh Tamse

Inspirational Classics

4  

Umesh Tamse

Inspirational Classics

આપવાનું હોય છે...

આપવાનું હોય છે...

1 min
26.7K


રોજ ભીતર ઝાંખવાંનું હોય છે, 

આમ ખુદને જાણવાનું હોય છે.

શીશને બસ ઝૂકવાંનું હોય છે, 

હું પણાંને તોડવાનું હોય છે. 

    

કાલની ચિંતા તુ છોડી દે હવે, 

આ સમયમાં જીવવાનું હોય છે. 

શોધ ના તું ફૂલના મારગ કદી, 

કંટકો પર ચાલવાનું હોય છે. 

ઝાડ પોતે ફળ કદી ખાતાં નથી,

માણસે આ શીખવાનું હોય છે. 

ભેદભાવોને કબરમાં કર દફન, 

હેત સૌને આપવાનું હોય છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational