STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

કદર રહી જવાની

કદર રહી જવાની

1 min
350

ખબર જિંદગીમાં બસ એટલી રહેવાની,

કદરની જ થોડી કસર રહી જવાની,

અમે તો મોંઘેરા મોલ ના થયા ના કદી,

તેથી કિંમતની અમારી થોડી કસર રહી જવાની....


એકાંત અને નિરાંત બે સાથી અમારા,

યાદોની તમારી થોડી અસર રહી જવાની,

ભલેને સીતમની તમારી જમા છે પુંજી,

અમે સહી છે એ તો થોડી પદર રહી જવાની.....


અનદેખા આજે કરી રહ્યા છો અમોને,

પણ મળેલી એ આંખોની નજર રહી જવાની,

ભીડનો બની હિસ્સો ચાલી નીકળ્યા તમે,

ખેડેલી સફરની એ સૂની ડગર રહી જવાની....


મધરાતી એકલતાનાં સાક્ષી આપણ બે,

ને વાતોથી કાચી નીંદર રહી જવાની,

ભૂલી જશો તમે અંતરમનથી છતાં પણ,

સંભારણારૂપી યાદોથી અમારી કદર રહી જવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational