STORYMIRROR

sonu sonanu

Romance

4  

sonu sonanu

Romance

જિંદગી સજાવું

જિંદગી સજાવું

1 min
357

તું આવ, હું પ્યાલી એક ચાય મગાવું,

પાડીએ બે ભાગ ને મહેફિલ સજાવું,

ભાપ થવા દઈએ અંતરનાં ઉમળકાને,

તું પીએ ચા અને હું તારા અધર,

એમ લઈ તને બાહોમાં મારી જિંદગી સજાવું,


તું આવ ઓરી મારા આલિંગનમાં સમાવું,

મારી હૂંફને તારા શ્વાસનો અનુભવ કરાવું,

ખોવાઈ એકમેકમાં બે પળ દુનિયા ભૂલીને,

તું નીરખે મુજ આંખમાં તુજને આબેહૂબ,

એમ લઈ તને બાહોમાં મારી જિંદગી સજાવું,


મીઠાશ જીવનની માણવા પ્રેમગીત ગાવું,

તારા હાથની રેખાઓમાં મારું નામ લખાવું,

જીવતરની હંધિય ઘડી 'સોનુ' દીપાવીને,

તું હરખાઈ મુજ સાથથી અને હું તુજથી,

એમ લઈ તને બાહોમાં મારી જિંદગી સજાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance