STORYMIRROR

sonu sonanu

Romance

4  

sonu sonanu

Romance

પ્રેમનું પર્વ મનાવું

પ્રેમનું પર્વ મનાવું

1 min
387

મારા હેતમાં ઢાળી પ્રેમનાં બીબામાં બેસાડું,

તરબોળ કરી વ્હાલમાં અને સમયને થભાવું,


એજ તકની રાહ કે ક્યારે હું તુજમાં સમાવું, 

ભરી બાહોમાં પછી ઘડીભર દુનિયા ભૂલાવું,


તન હશે તારું ને એમાં ધબકતું હશે મન મારું,

ને ઓળઘોળ થઈ પ્રેમશૈયા પર તને હરખાવું,


ચૂમી તારા કેશ હું એમાં મદહોશ થઈ જાઉં, 

મેળવી તન સાથે તન ને એકરંગ થઈ જાઉં,


આવ જરા નજીક એક આલિંગન આપું એવું,  

કે તું દુનિયા તો શું ખુદને પણ ભૂલી જાય તેવું,


જો મારા અધર તારા અધરની લાલી બનાવું,

આલિંગન તારો ચકચક્તો કમરબંધ બનાવું,


ગ્રીવા પર આંગળીઓ કંઈક એવી હું સજાવું, 

જાણે કોઈ નવલખો હાર એમ તુજને સોહાવું,


ચૂમી તારી નાભી કેડેથી જરા તને ભારી પકડું,  

પછી મારા પગને તારી પાનીની મોજડી બનાવું,


'સોનુ' તન પર ફેરવી હાથ રોમ-રોમ જગાવું, 

કે આજ મારી દુલ્હન સંગ પ્રેમનું પર્વ મનાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance