એવું થાય છે
એવું થાય છે


તને જોઈ આ દિલમાં કંઈક એવું એવું થાય છે,
કે કોઈ અજાણ્યું કેમ ? આટલું વ્હાલું થાય છે,
મન કહે છે બસ સાંભળ્યા કરું તને, અને તું મને,
ના કોઈ ત્રીજું, તું ને હું, બે એક હો એવું થાય છે,
આજ લગી ભટકતાં રહ્યાં છે ગુમરાહ પંથે અમે,
તમે શઢની દિશાએ પવન ફૂંક્યો હો એવું થાય છે,
ફૂંકાતા ચોમેર વાવાઝોડાંરૂપી જુલ્મી ઝાપટાંઓ,
નવા ગ્રહો સાથે આકાશ જડ્યું હો એવું થાય છે,
પતઝડને કાંઠે ગુલાબ ચગદે એવું તો થોડી બને ?
છતાં બંઝર જમીને 'સોનુ' ખીલ્યું હો એવું થાય છે.