થઈ ગયો
થઈ ગયો
માણસ એટલો સેટ થઈ ગયો,
કે પ્રેમ પણ પૂરો અપડેટ થઈ ગયો,
સમય હતો પૂરો ને સ્નેહ પણ,
હવે દરેક બાબતે તું લેઇટ થઈ ગયો.
સાધનો ભલેને હતા ઓછા,
હવે સુવિધાઓમાં એ સાવ ફેક થઈ ગયો.
જવાબદારી લેતો અનેકો તું,
હવે એને તું બોજ માની આખો ક્રેક થઈ ગયો.
હતાં ચીઠ્ઠી, તાર ને ટપાલ એ,
હવે મોબાઈલના યુગમાં હાર્ટથી કેવો બ્રેક થઈ ગયો,
માણસ એટલો સેટ થઈ ગયો,
કે પ્રેમ પણ પૂરો અપડેટ થઈ ગયો.

