STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational

4  

Ranjitbhai Boricha

Inspirational

જીવનના ઉમંગ

જીવનના ઉમંગ

1 min
286

મોસમના ટહુકાનો એ અદકેરો કલરવ છે,

જીવનના ઉમંગ તણો અનેરો ઉત્સવ છે.

ખુશીઓના ઝરણાં ચોમેર વહાવતાં,

સમસ્તના જીવનમાં ઉત્સવો લાવતાં,

સર્વોદયમાં સાચી સેવાનો પગરવ છે.


મોસમના ટહુકાનો જીવનના ઉમંગ,

આનંદ બનીને ખુશીઓ લહેરાવતાં,

હરખની હેલીમાં મુખડાં મલકાવતાં,

સુખ વહેંચવાનો અલગ અનુભવ છે.


મોસમના ટહુકાનો જીવનના ઉમંગ

ઘળાં ભૂલી ભેદ મનથી અપનાવતાં,

ઓગાળીને ભરમ પોતીકાં બનાવતાં.

સમરસ બનવું અનોખો અહોભાવ છે.


એકાત્મ ભાવને સર્વ માંહે જગાવતાં,

સનાતન ધર્મ તણી ધૂણીને ધખાવતાં,

રાષ્ટ્ર કેરી સેવાનો એમાં જ લગાવ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational