વિશ્વાસ
વિશ્વાસ
ભારતવાસીઓને છે પૂરો વિશ્વાસ,
પથરાયો આજે એનો જ અજવાસ,
દુનિયાના જ્યારે ચડે અધ્ધર શ્વાસ,
સંસ્કૃતિ આપણને કરે ત્યારે બિંદાસ,
વિઘ્નકર્તા ભલે ફેલાવે ખોટો ભાસ,
સર્જનાત્મકતાનો સૌમાં સહજ વાસ,
પ્રસરાવે આસુરી શક્તિ ગમે એ ત્રાસ,
દૈવી પુરુષનો આ રાષ્ટ્રને છે સહવાસ,
બની રહીશું આમ જ મા ભોમના દાસ,
ભટકી નહિ શકે તો દેશદ્રોહી આસપાસ.