STORYMIRROR

Ranjitbhai Boricha

Drama Romance Fantasy

4  

Ranjitbhai Boricha

Drama Romance Fantasy

સ્નેહભર્યા વહેણ

સ્નેહભર્યા વહેણ

1 min
363

વાટડી જોતી વનરાઈઓ કરતી સાદ, 

આવી ભીંજવ અમને વ્હાલા વરસાદ,


સજશે સાજ અવનવા સમસ્ત સૃષ્ટિ,

આપશે ઓપ અનોખો આવીને વૃષ્ટિ,


ધરે ધરણી અજબનો હરિયાળો વેહ,

બની સાચો સંગાથી વરસતો રૂડો મેહ,


જીવસૃષ્ટિ એમાં ભીંજાય થઈને ધન્ય,

સ્નેહ તણા જળમાં ઝબોળે પર્જન્ય,


ડેલીએ ઊભી નારીના રાહ નીરખે નેણ,

મેવલિયો લઈ આવે સ્નેહભર્યા વહેણ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama