જીવન
જીવન
1 min
356
જીવન એક સુંદર મજાની પ્લેટ છે,
જેમાં ભરેલી અવનવી ચોકલેટ છે,
ચિંતાને આપીએ કાયમ માટે ઠેંગો,
ખાટી મીઠી યાદોની ચાખીએ મેંગો,
બનીએ હળવા ફૂલ રહીએ નટખટ,
સપનાઓ રૂપી વાગોળતા કોકોનટ,
દુઃખ-દર્દ કેરા સઘળા વિઘ્નો ખંખેરી,
નિજાનંદ સમી ચગળીએ સ્ટ્રોબેરી,
ઉકેલતા રહીએ સર્વે કોયડા અકળ,
પામી હર મુકામ ખાઈએ પાઈનેપલ,
જીવન એક સુંદર મજાની પ્લેટ છે,
જેમાં ભરેલી અવનવી ચોકલેટ છે.
