સપ્તાહનો સરતાજ
સપ્તાહનો સરતાજ
1 min
400
સપ્તાહનો સરતાજ રવિવાર આવે,
ઉત્સાહ તણો સંચાર પારાવાર લાવે,
આતુરતાનો અંત ને વાયદાની વ્હાર,
રજાની મજા અને રખડવાની મોજ,
લાગણીઓની લ્હાણી અપાર લાવે,
સપ્તાહનો સરતાજ રવિવાર આવે,
બાળકોનો બેલી ને વડીલોનો વ્હાલો,
મિત્રોની મોજ અને પ્રેમીઓનો પ્યારો,
ખુશીઓનો ખજાનો અપરંપાર લાવે,
સપ્તાહનો સરતાજ રવિવાર આવે,
પ્રસંગોના પૂર ને અવનવા આયોજન,
અતિથિનો આદર સંગે ખરીદીની ખેપ,
ઉમંગોનો અહેસાસ અનરાધાર લાવે,
સપ્તાહનો સરતાજ રવિવાર આવે,
સપ્તાહનો સરતાજ રવિવાર આવે,
ઉત્સાહ તણો સંચાર પારાવાર લાવે.
