STORYMIRROR

Ranjitbhai Boricha

Inspirational Others Children

4  

Ranjitbhai Boricha

Inspirational Others Children

સાથ સહિયારો

સાથ સહિયારો

1 min
302

માતારૂપી મમતાતણી મૂર્તિ અવની પર,

તો પિતા સ્વરૂપે પાલનહાર જગમાં વસે,


એક ઉદરમાં સાચવીને સહે અનેક પીડા,

ને બીજું ઉછેરવા જવાબદારી વહન કરે,


એક સંતાનને સ્થાપે ગણી આંખનો તારો,

ને બીજું સંસ્કાર ઘડી, દેતું સાથ સહિયારો,


એક ભીંજવે હેતવર્ષા કેરો સુંવાળો સ્પર્શ,

ને બીજું મઠારે અંદરથી ટપલું બની સહર્ષ,


એક આપે પ્રેમ સોગાત પોતાના હૈયે ચાંપી,

ને બીજું સ્થાપે ઉરમાં હામ હરમત રાખી,


એક છે વ્હાલ વરસાવતું અવિરત ઝરણું,

તો બીજું ઘૂઘવે થૈ વિશાળ સ્નેહ સમુંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational