દેવદૂત
દેવદૂત
રૂડું ને રળિયામણું ગઢપુર નામે ધામ,
સેવાનું સરનામું જ્યાં કળથીયા નામ,
દૈવી કાર્ય એમનું એવું તો અદ્ભુત,
વ્યવસાયથી ડૉકટર ઉપનામ દેવદૂત,
પીડિત હોય ગમે એટલા પણ ત્રસ્ત,
મળતાં મહામાનવને થાય આસ્વસ્થ,
કર્મઠ એ માનવી નામ ન લે થાકવાનું,
સઘળા પંથકમાં સુપ્રસિદ્ધ દવાખાનું,
ઉમદા આ અવતારનું બસ એક પ્રણ,
આપે ઈશ્વર એને આયુષનું આવરણ.
