દિવસના ઓથે જાગતી
દિવસના ઓથે જાગતી
દિવસનું ઓઢણુ હું, ને લાલ જાજમ જેવી રાત છું,
શહેરનું જાગરણને, ગામડાની નીંદર લાવી રાત છું,
સપના સોણલાં, સૌને લાવતી હું રંગીલી રાત છું,
હ્રદયને હ્રદય સંગ મુલાકાત કરાવું, પ્રેમીલી રાત છું,
સૌનો થાક ઉતારી જાણું છું, હું અથાક જાગતી રાત છું,
રતિક્રીડાનું શમણું ને,રોમાન્સનું ઝરણું વહાવતી રાત છું,
કાળાના ધોળાને, ધોળાના કાળા કરતી બેનામી રાત છું,
કોઈને કોળિયા વગર સુવડાવી દેતી, બદનામી રાત છું,
દિવસના ઓથે જાગતી, હું શાણા કરતૂતોભરી રાત છું,
કેટલાયના અંધારા ઓજલ કરતી, હીબકાંભરી રાત છું.