STORYMIRROR

Kinjal Pandya

Drama

4  

Kinjal Pandya

Drama

સાગર-સરોવર

સાગર-સરોવર

1 min
375

હું છું શાંત સરોવર ને,

તું છે ઘૂઘવતો સાગર..


કેમ કરીને મળીશું કો'ક દિ!?

એજ મારી મૂંઝવણ..


તારી કોઈ સીમા નથી,

મસ્ત નિજાનંદમાં તું રહેતો..


હું તો બંધાયેલી પાળે,

એમાં જ આનંદ આવતો...


નદી હોઉં તો ભેળાઉં તારામાં,

સરોવર કયાંથી ખસ્તું !!?


પણ છે તારું ને મારું એક જ પાણી,

એમાં જ મને સંતોષ થાતો,


મેઘ આવે ને, પલળાવે તને ને મને,

એમાં જ મસ્ત હું રહેતો!!


" કુંજ " મનમાં તો " દીપ " જ દરિયો,

એમાં જ સદૈવ રમતો...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama