જિંદગી
જિંદગી

1 min

432
એક તારા જ ઉપર મરે જિંદગી,
આપ તું સાથ તો આ ગમે જિંદગી.
આજ મારા થવાનું તને હું કહું,
તું જો આવે તો જીવી ઉઠે જિંદગી.
આજની રાત હું તારી સાથે રહું,
કાલની વાત શું જાણશે જિંદગી?
શ્યામની રાહમાં આજ ગોપી ઝૂરે,
શ્યામ આવે તો સૌની ઠરે જિંદગી.
આજ પ્રેમે નવું રુપ ધારણ કર્યુ,
રાધા ને કાજ કૃષ્ણે ધરી જિંદગી.