STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Fantasy

4  

ચૈતન્ય જોષી

Drama Fantasy

પતંગિયું

પતંગિયું

1 min
517


બાગબગીચાની શોભા બની જાય છે પતંગિયું,

અહીંતહીં વિચરીને કેવું હરખાય છે પતંગિયું,


રંગબેરંગી રંગોથકી સૌને એ લોભાવતું સદા,

કો' પ્રેમી સમું પુષ્પ દેખી મલકાય છે પતંગિયું.


ભોળુંને માસૂમ લાગતું ચહેરેમ્હોરે નિખાલસ,

કેટકેટલા રંગો મનમાં ભરી જાય છે પતંગિયું. 


કોને કોની ચાહ નક્કી કરવું છે મુશ્કેલ આપણે,

દેખી પરસ્પર કુસુમ અને શરમાય છે પતંગિયું. 


કયાં ચિતારાએ પૂર્યા હશે રંગો એની પાંખોમાં,

સંમોહન કેવું જબ્બર સૌમાં થાય છે પતંગિયું. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama