STORYMIRROR

Arjunsinh Raulji

Fantasy

4  

Arjunsinh Raulji

Fantasy

જાગે છે

જાગે છે

1 min
278

આંખના ઉંડાણથી કોઇ ભાગે છે,

આગના ભણકારા કાંઇ માંગે છે,


શ્વાનોની વસ્તીમાં સૂતો માણસ,

શ્વાનોના વલવલાટથી જાગે છે.


માની લીધેલ આભને તો ચાદર,

તેનાં છિદ્રોમાં તો તારલા જાગે છે.


લજામણી જેવા મળેલા જન્મમાં,

લાગણીનો સ્પર્શ જો કેવો વાગે છે.


મૌન થયાં ટેરવાં –તિલસ્મી કંપ,

ભંગારમાં ઉભેલી વીણા વાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy