STORYMIRROR

Arjunsinh Raulji

Fantasy

3  

Arjunsinh Raulji

Fantasy

કવિતા કરવાનું

કવિતા કરવાનું

1 min
286

કવિતા કરવાનું કાંઇ સહેલું નથી,

છંદ-પ્રાસના આ કરંડિયામાં,


કવિતા નામની નાગણ,

ફૂંફાડા મારી મારી વિષ ઓકે છે,


પાનખરમાં પાને પાને બેઠી બેઠી,

વસંતો ઓઢે છે,


રામચંદ્રના બાણે ચઢી,

કેટલાય રાવણો હણે છે ..!


છંદ-પ્રાસના વાઘામાં તો,

કવિતા કરમાય છે, શરમાય છે,


એ તો માત્ર અને માત્ર

અંતરનો ઉજાસ લઇ જન્મે છે .


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Fantasy