કવિતા - ઉદાસી
કવિતા - ઉદાસી


સાવ ખાલી ઘડામાં એ જતનથી ભરાય છે,
તો પણ આ ઉદાસી મનથી જ ખાલી થાય છે,
તમારી વાંકડિયા ઝુલ્ફોમાં વસેલ સુગંધ,
એમ જ જોઇ જોઇને હવા તો ગભરાય છે,
સૂર્યની લાલાશ અને ચંદ્રની શ્યામલતા તો,
ભેગાં મળી આ ઉદાસીમાં તો રોફથી લપાય છે,
પાલવડે પ્રીત બંધાય –ના બંધાય શેષથી,
તેમાં સમાઇને જૂઓ એ કેવી ગભરાય છે,
મેં પણ ઓઢી લીધી છે પ્રેમથી કે વહેમથી,
ઉદાસી એટલે જ તો તેજથી કરમાય છે.