STORYMIRROR

Arjunsinh Raulji

Inspirational Others

3  

Arjunsinh Raulji

Inspirational Others

હું

હું

1 min
187

કૂવાએ ઉંચકીને બેસાડ્યો કાંઠડે,

શિવલિંગ બનીને ઝગમગ્યાં હાથનાં ટેરવાં.


અંધારી રાતે રમવા માંડ્યા તારલા

મારા મનોમસ્તિક ઉપર.


વ્યવહાર દક્ષ ચતૂરોએ ચેતવ્યો મને,

આભમાં ચક્રાવા લેતું ઊડતું ગીધ.


રહ્યાં ના કોઇ સાનભાન,

દેહ ઉપર પડે ચાબખા વીંઝાય ચાબૂક.


એની આંખોમાંથી નીકળ્યાં,

રાતી ચણોઠીઓશાં આંસુ,

અને હું કશુંય ના સૂઝતાં

મંડ્યો કવિતા કરવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational