STORYMIRROR

Arjunsinh Raulji

Others

3  

Arjunsinh Raulji

Others

થાકી ગઇ પાંખો

થાકી ગઇ પાંખો

1 min
194

બહુ ફફડાવી ફફડાવી પાંખો,

થાકી ગઇ પાંખો,

તાજાં ખીલેલાં ફુલો ઉપર,

બેસણાં કરી કરીને થાક્યા,


સૂર્યની પાંખે ચઢીને ઉડી ઉડી ખૂબ થાક્યા,

પવનના લય સાથે દોડી દોડીને થાક્યા,

સુગંધો આકંઠ પી પીને ગળું ભરાયું,

પાણીનાં તરંગો ઉપર,

ઉછાળા મારતી માછલી જેમ ડુબ્યાં.


રાત દિવસના ગણગણાટથી કાન પણ પાક્યા,

મારી આંખોમાં તરબોળ થઇ,

તરતો મારો સમય પણ થાક્યો,

બસ , હવે કોઇ ગતિ નહીં,

કોઇ ગંતવ્ય નહીં,


હવે તો હું પાછો વળીને,

મેં છોડેલા કોચલામાં પ્રવેશવા માંગું છું,

નાનકડું પીંછલું બની,

ફરીથી ઇંડું બનવા માગું છું !


અને છેવટે એ ઇંડું ફૂટી જવા માગું છું,

ના કોઇ ગતિ વગર, ગંતવ્ય વગર,

બસ, એમ જ સ્થિર !


Rate this content
Log in