આંસુ
આંસુ
1 min
322
આંખ વિના પણ હોઇ શકે છે આંસુ,
દિલ બળી બળીને જે ધૂમાડા નીકળે છે,
બળતા માંસની જે વાસ આવે છે,
વમળો ઊઠે છે, ઉર્ધ્વગામી બને છે,
ધૂમાડાનાં વલયો –એક્બીજામાં ગુંચવાતાં
હદયમાં બાજતો ડૂમો,
ઉપરને ઉપર આકાશે દોડતાં તે વાદળો,
માત્ર અને માત્ર તારી મીઠી નજરથી ઠરી,
વહાવે છે કવિતાનું ઝરણું
એજ બની જાય છે આંસું
આંસુંનાં તોરણ !
