Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Fantasy

5.0  

Nirali Shah

Fantasy

મારી અભિપ્સા

મારી અભિપ્સા

1 min
394


ઓચિંતી આંગણાંમાં આવીને ઊભેલી,

            એક ચકલીને ચણની પ્રતિક્ષા.

            

નાની શી રૂપકડી સુંદર એ ચકલીની,

             ખોબલે ભરી કરું હું પ્રશંસા.

             

આમ ફુદકતી તેમ ફરકતી ચકલીને જોઈને,

              હું તો નાખું છું કેવા નિસાસા !

              

ના માસ્કની ફીકર, નાં રાખે સામાજિક અંતર,

         ના એને કોરોનાની ચિંતા કે મીમાંસા.

         

નથી જોઈતી દવા કે નથી જોઈતા ઇંજેક્શન,

           એને નથી "ના મળ્યા"ની નિરાશા.

           

પંખી તો છે એ છતાંય પિંજરે પુરાઈ હું,  

         પ્રભુ ! આતો કેવા પાડ્યાં તે પાસા ?

         

સર્વશ્રેષ્ઠ મનુષ્યનાં અવતારને અવગણીને,

          એ મુકી ગઈ મારા મનમાં એક અભિપ્સા,

          

કાશ ! આવતા જન્મે હું ય ચકલી બનું,

          તેવી મનમાં રાખું એક આશા.      

#TravelDiaries                                                               


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy