હૈયાની પ્રીત
હૈયાની પ્રીત
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
અમાસ પણ પૂનમ થઈ જશે,
એવું તો તારુ સ્મિત છે.
આનંદ ,ઊમંગ ને ખુશીઓ મળીને,
ગઝવે છે મુજમાં કોઇ રાસ ઓ સજની,
તારી ખૂશ્બુનાં ફૂલો મહેકીને,
ખીલવે છે દિલમાં કોઇ બાગ સુગંધી,
હર પળમાં હવે સંગીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
શબ્દો તો પ્રેમી રીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
તુજ સંગ વીતાવેલું જીવન એ મારું
જીવન નથી,પણ જીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
ભીની ભીની એ ઝુલ્ફોની વર્ષા,
ને ઝુલ્ફોનો ગાલ પર એ ગુલાબી સ્પર્શ,
ધીમે ધીમે આ મનમાં ઊતરે,
ને વહ્યાં કરે છે કઈંક રસીલો રસ,
આ રસમાં જ તારુ મીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે,
મુજ દિલનું તો આ સદનસીબ છે,
કે આ હૈયામાં તારી જ પ્રીત છે,
આ હૈયે જરૂર કોઈ પ્રીત છે
મુજ હૈયામાં તારી જ પ્રીત છે.