આભાસ થઈ રહ્યો છે
આભાસ થઈ રહ્યો છે
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
હર એક પળમાં માનવ કઈંક ખાસ થઈ રહ્યો છે,
ભ્રષ્ટાચાર જ છે બળવાન;
ભરેલી ભીડમાં પણ સ્ત્રી સહે છે અપમાન;
બીજાને છેતરીને બસ ધનવાન થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
બે પળની ખુશી ને બે પળનુ ગમ,
દરેકની આંખોમાં દબાયેલ છે ડર અને શરમ,
બસ દરેકના મનમાં અહંકારનો નિવાસ થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
યુધ્ધ કરીને શું જીતી જશે;
વર્તમાન પણ ક્યારેક વીતી જશે;
પારકા દુ:ખથી દિલમાં ખુશખુશાલ થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
આપણી દુનિયા પણ કેવી અજીબ છે;
દર્દ છોડી દરેકની વહેંચણી કરી લે,
એવી આપણી બુધ્ધીના કમનસીબ છે.
મ
ાથા દરેકના નમી જાય છે,
તેથી જ તો દામીની જેવી ઘટના ઘટી જાય છે,
ઝુર્મ આવા સહી લે છે જ્યારે દુનિયા,
ત્યારે આંખમાંથી આંસુઓની ધાર વહી જાય છે;
છતાય કહેવાય છે કે દરેક યુગના,
રાક્ષસનો નાશ થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
કોણ સાંભળે છે ભૂખ્યાનો સાદ,
વાગે છે બસ પૈસાનો નાદ,
ગરીબ તો હવે અમીરનો દાસ થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,
કોઈના દિલમાં ખુશી ન ઝલકાઈ,
પણ એક સવારે મારી આંખો છલકાઈ,
જ્યારે એક નવજીવને મને જોઈ મલકાઈ.
જગમાં તો માનવી બીજાનુ,
સુખ જોઈને પણ ઉદાસ થઈ રહ્યો છે,
બસ એક બાળકના દિલમાં જ,
જીવનરસનો ઉજાસ થઈ રહ્યો છે,
આજે આ દુનિયાનો આભાસ થઈ રહ્યો છે,