મારી મોગરાની વેલ
મારી મોગરાની વેલ


હૈયે હરખાય છે, મારી મોગરાની વેલ,
મુખથી મલકાય છે, મારી મોગરાની વેલ,
સુગંધથી છલકાવી દે સ્મરણ માત્રથી,
સ્મિતથી સુશોભાય છે, મારી મોગરાની વેલ,
દિવસે દીપે ને નિશાએ નવપલ્લવિત થાય છે,
સંધ્યાથી સૌંદરાય છે, મારી મોગરાની વેલ,
વસંતનો વૈરાગ ને નવોઢાનો શણગાર થાય છે,
નવોદિત નજરાય છે, મારી મોગરાની વેલ.
લજામણીનું લાવણ્ય ને નખશિખ નભે થાય છે,
અંગેઅંગ અંકોડાય છે, મારી મોગરાની વેલ,
નિવેદિતાની નજાકત ને અનાહત અનુરાગ થાય છે,
"દેવ"ની નમણી નાગરવેલ છે, મારી મોગરાની વેલ.