STORYMIRROR

Hemal Banker HB

Romance

4  

Hemal Banker HB

Romance

વ્હાલી, આવને થોડા ભીંજાયી જઇએ

વ્હાલી, આવને થોડા ભીંજાયી જઇએ

1 min
28.3K


બાગમાં બેસીને યાદોને ફરી વાગોળવી છે,

ઠંડક પ્રસારતી સાંજને આલિંગનમાં સેવવી છે,

ચાલને, ભીની સુગંધને ભીતરમાં ઓગાળીએ,

વ્હાલી, આવને થોડા થોડા ભીંજાયી જઈએ,


વીજળીના ચમકારા તારી આંખોમાં આંજવા છે,

ઈન્દ્રધનુષી રંગોને તારા પાલવમાં પલાળવા છે,

ચાલને,તારા કસ્તુરી કમરબંધમાં કમળને કંડારીએ,

વ્હાલી,આવને થોડા થોડા ભીંજાયી જઈએ,


વાદળમાંથી ડોકાતાં તારલાને ઓઢણીમાં ટાંકવા છે,

મનને સુગંધિત કરતા વેણમાં મોગરા મહોરવા છે,

ચાલને,તારા કેસરિયા કેશને ઝરમર ટીંપાથી ગુંથીએ,

વ્હાલી, આવને થોડા થોડા ભીંજાયી જઈએ,


આથમતી સંધ્યાની ઝાંયને પાંપણમાં પરોવવી છે,

કેસૂડા કસુંબી રંગથી હાથમાં 'દેવ'ની મેઁહદી સજાવવી છે,

ચાલને,એકબીજામાં ખોવાઈને પ્રણયના સુર રેલાવીએ,

વ્હાલી,આવને થોડા થોડા ભીંજાયી જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance