એકલતા
એકલતા


એકલતાની
વહેતી નદી,
સ્મરણોનાં
સાગરમાં
ભળે છે.
ને
ઊગી નીકળે છે
દફન થયેલા કેટલાય દ્રશ્યો.
નમતી સાંજે વીતેલાં પ્રસંગો.
ને
શબ્દોની સરહદને
પેલેપાર
મૌનનાં પ્રદેશે
એકમેકને વળગી રહેલી આંખો
ને એમાં
જોવાયેલ મેઘધનુષી સપનાં.
જે હજીયે
હૂંફ આપે છે.
મારા
હિસ્સાનાં
એકાંત
ને.