હું
હું
મૂળ સાથે સગપણ તોડી
અનુભવની
લીલાશ પીને
ડાળથી
ખરી ગયેલા પાનની જેમ
નીકળ્યો જાત શોધવા,
અજાણ્યા મુસાફિર માફક
ભાર કર્મોનો ખંભે બાંધીને
અહમને ઓગાળી
ક્ષણે ક્ષણે પીગળીને
આથમતા સુરજના આછા
અજવાળે સ્વયંને મળતો
'હું'
