STORYMIRROR

Sapana Vijapura

Fantasy

4  

Sapana Vijapura

Fantasy

તે કેટલો સુંદર હશે !!

તે કેટલો સુંદર હશે !!

1 min
466


અવનિ પુષ્પોથી ભરી, તે કેટલો સુંદર હશે!

વ્યોમની એ તો પરી, તે કેટલો સુંદર હશે!

 

વૃક્ષની છાયા નમી વંદન કરે ઈશ્વર તને,

પ્રીત પર્ણોથી ઝરી, તે કેટલો સુંદર હશે!

 

ઓસથી ફૂલો મહેંકે ભાન ભમરા ભૂલતા

કૂમળી કળીઓ ડરી, તે કેટલો સુંદર હશે!

 

આસમાની ચૂંદડી ઓઢી ધરા સોળે સજી

ચાંદની પણ પાથરી, તે કેટલો સુંદર હશે!

 

લાલ પીળાં રંગબેરંગી જો પંખી શોભતા,

ગાન લેતા મન હરી, તે કેટલો સુંદર હશે!

 

વૃક્ષ ઊભું છે જટાયુ સમ ઘવાઈ એકલું,

કૈં તપસ્યાઓ કરી, તે કેટલો સુંદર હશે!

 

ઘૂઘવાતો ઉદધિ જો ગાય ગાથા શ્રેષ્ઠની

ઓ નદી જા જળ ભરી, તે કેટલો સુંદર હશે!

 

ઝળહળે આકાશ આખું સૂર્ય લાલીમાં થકી,

સિંદૂરી સંધ્યા સરી તે કેટલો સુંદર હશે!

 

શબ્દ પુષ્પોનાં કવન 'સપના' જશે છોડી અહીં,

જિંદગી જેને ધરી તે કેટલો સુંદર હશે!!

 



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy