ફકીર
ફકીર
સઘળી ચિંતા મેલીને થયો છું ફકીર.
ભાવિને આઘું ઠેલીને થયો છું ફકીર.
નથી તમન્ના મારે રહી કશું પામવાની,
હવે અલ્લાહ બેલીને થયો છું ફકીર.
દફનાવી દીધી આશાની ઇમારતને,
ના દાવ પ્રપંચ ખેલીને થયો છું ફકીર.
અભિલાષા અલ્લાહ તાલા તણી,
મુલાકાત મોડા વહેલીને થયો છું ફકીર.
હવે તો ઘર મારું ખૂબ વિશાળ છે,
દરદર પછી ટહેલીને થયો છું ફકીર.
