STORYMIRROR

Mrugtrushna Tarang

Drama Romance

4  

Mrugtrushna Tarang

Drama Romance

મટી હું બન્યો તું જ

મટી હું બન્યો તું જ

1 min
391

સરવાણી સ્નેહની તુજ થકી પ્રસરી રે મહીં,

તુજ તું દેખાય ચોમેર, તોય નથી હાજરી તારી અહીં..


જોવડાવ ચોઘડિયાં, ઊભો આવી લૈ કંકુ આંગણિયે તારે,

મીંઢળ, ચૂંદડી, ને ચોખા સંગ, લઈ જઉં તને ઓરડે મારે,


ઈત્રનું રહી ગ્યું ઢાંકણું ખુલ્લું કે શું, ખબર નૈ

મઘમઘતી કાયા તારી મને સુવાસિત કરી ગૈ.


ખૂબ મળ્યાં, ભળ્યાં, થ્યા છૂટાં ય જીવનમાં સૌ,

મિલન આપણું ખીલવશે ગુલ ઉપવનમાં બૌ..


છુઅન ભોગવી થાક્યો હવે આ પાગલ જો,

મખમલી સ્પર્શનો તારાં થૈ ગયો ઘાયલ હું તો..


પીવા જ્યાં ઘૂંટડો કસુંબલનો મેં કાલે ચાહ્યો,

તોરણ જોયાં પાંપણે તારે હું મદહોશ થૈ ગયો..


લેખા જોખા તુજથી જોડાયા, વૈકુંઠ મારે તું જ,

પ્રીત નિભાવી જાણજે સખી, મટી હું બન્યો તું જ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama