STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Drama Tragedy

3  

Mrugtrushna Tarang

Abstract Drama Tragedy

બક્ષ હવે તો મને

બક્ષ હવે તો મને

1 min
118

કંઈક સમજુ, વિચારું એ પૂર્વે

તું બાંધતો આવ્યો તુજમાં મને,

કાળજીના નામે, ચીરતો આવ્યો મને 

કરવત ચલાવી બનતો સજ્જન !


લગાવી લેબલ કહેતો રહ્યો સદા -

"તમ ઈજ્જત એ મમ ઈજ્જત,

ઠેસ કેમની લાગવા દઉં ઓ સજન !"


પણ, વિશ્વ પહેલાં તું જ ડંખતો મને..

શિખામણનાં નેજા હેઠળ તું પીંખતો મને !

ભૂલો બતાવી-ગણાવી તું કરડતો મને..

'પ્રેમ કરું છું' કહી તું, પટાવતો મને,

દેહભૂખ શમાવી ખુદની તું હડસેલતો મને !


મજબૂરી મારીનો ગેરલાભ ઉઠાવી તું મને,

સરેઆમ કરતો આવ્યો લીલામ તું મને !

હદ થૈ ગૈ આજ, 'ગૅટ આઉટ' કહી તું મને,

કરી ગયો બદનામ ખુલ્લેઆમ તું મને !


લૈ વચન મુજથી, 'આત્મરક્ષાનું' દહન મમ,

પ્રિયકરનાં નામે શાને કરતો હમેશ તું મને !?

બસ, થયું હવે બહુ, થાકી હું અંતિમ ક્ષણે,

દાનવ મટી બન માનવ ને કર મુક્ત હવે તું મને !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract