Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

ઘેલી મમતા

ઘેલી મમતા

1 min
259


તોયે, માઈ ! કેવી રે તારી ઘેલી મમતા !

વિના ક્ષિતિજે આભાસી લતા,

દેખે હોવાપણાનો ઉજાસ જતાં !

નથી એને ચહે તું અસ્તિત્વ ભરતાં !

અરે, માઈ ! કેવી રે તારી ઘેલી મમતા !


સ્ત્રી થઈ તું જન્મી, સ્ત્રી થકી તું અવતરી,

સ્ત્રી વડે થઈ નમતી, સ્ત્રી નામે છળી બળી.

સત્વ જાળવનારી તું સ્ત્રી, સત્વને જ ઢળી,

ધણી થકી રંડાઈ, ધણી માટે રૂપને તું વરી !

પુરુષ તોય મનથી વસ્તુ જ તને માનતા,

અરે, માઈ ! કેવી રે તારી ઘેલી મમતા !


સમતોલ ગુમાવી નર ભક્ષણ નારીનું કરતા,

વાંક છતાંય એમાં નારીનો જ વખોડતા

નારીની એલર્જી તોયે નારી પાસે જ ભમતા

તારે પેટે જન્મી નર ઉત્તમ ખુદને મનાવતાં,

ક્યાંથી કેળવતી, સૌને માફ કરવાની ક્ષમતા

 અરે, માઈ ! કેવી રે તારી ઘેલી મમતા !


પા પા પગલી તેં શીખવાડી, શબ્દ બોલતાં

તેં શીખવ્યું, અપશબ્દ પણ ન શીખવી શકી,

મિત્રો સંગે બાળક કરતું હરકતો અવળચંડી,

નાસીપાસ થઈ સૌ છેવટે માઁ ક'ને જ દોડતાં

પણ, કિંમત રત્તિભર પણ માઁની ન કરતાં

પકવાન નિતનવા ખવડાવતી તું મનગમતા

અરે, માઈ ! કેવી રે તારી ઘેલી મમતા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract