બંધ દરવાજામાંથી
બંધ દરવાજામાંથી
જરાક ડોકિયું કરે બંધ દરવાજામાંથી,
કેવો થાય પસાર જરીક તિરાડમાંથી,
રોક્યો ના રોકાય કદી એ તો કોઈથી,
અંધકાર દૂર કરી ફેલાવે પ્રકાશ ખુદથી,
આગમન થાય એનું તો વહેલી સવારથી,
સૂરજદાદા હંમેશ પધારે દરવાજામાંથી.
